સવાલ ( gujarati literature )

કંઈક સવાલ છે મનમાં,
ઘેટાં પાછળ તો ઘેટું જાય, તો તમને માણસ બનાવ્યા કેમ?
મહેનત કરવી આપણા હાથમાં, તો હસ્તરેખા જોવી કેમ?
નદીઓ જાય દરિયાને મળવા, તો તળાવ બંધાયેલા કેમ?
ચોખ્ખી હવા તો સૌને વહાલી, છતાંય મનનાં પ્રદુષણ કેમ?
ઈશ્વરે માણસને બનાવ્યાં, તો માણસે તેમને બનાવવા કેમ?
પ્રેમ કરવા છે હ્યદયનો બગીચો, તેમાં બાવળ વાવવા કેમ?
સ્નેહ તો જાણે અફાટ સમુદ્ર, તો સંબંધો પરપોટા કેમ?
એક વાત હું વિચારું છું "પવન", લહેરાતા ના જીવવું કેમ?

Comments

Popular posts from this blog

રસ્તો

AMTS ( મારો અનુભવ – પ્રથમ પ્રયત્ન )

ટ્રાફિક ( મારો અનુભવ )