Posts

Showing posts from 2018

કાલના કિનારે

હું કાલના કિનારે ઉભો છું. સામે છે ભવિષ્યનો ઘૂઘવતો દરિયો અને પાછળ વીતી ગયેલો સમય. દરિયાની સપાટી જ હું જોઈ શકું છું. એના ગર્ભમાં કોઈ મોતી છે કે કોઈ ખજાનો છે કે પછી કોઈ ભયાનક જીવ મારી રાહ જોઇને બેઠો છે, એ મને નથી ખબર. એની ભરતી મને ડૂબકી લાગવા આતુર કરી રહી છે અને ઓટ કહે છે કે હજુ તું માણી લે આ સમયને. પણ ક્યારેક તો મારે આગળ વધવાનું છે. પાછળ રહેલી દુનિયા જોઈને કંઈક શીખ્યો તો જરૂર હોઈશ. ત્યાં પર્વત હતા ને ખીણ હતી, કાંટા હતા ને ફૂલ પણ હતા; લાગણીઓ ખુલ્લા વગડામાં રખડતી, ભટકતી હતી. પણ ભવિષ્ય વિશે કંઈ ખબર નથી. વિચલિત બની કાલના કિનારે ઉભો છું. કદાચ રાહ જોઈ રહ્યો છું કે કોઈ મોજું આવે અને મને એની સાથે ખેંચી જાય.

કુદરતનું ચિત્ર

આખો દિવસ ચાલી ચાલીને થાક્યા બાદ હમણાં હું અહીંયા પહોંચ્યો છું. મારી સામે છે એક સુંદર કુદરતી દ્રશ્ય; ચિત્રમાં દોરીએ ને, બિલકુલ એવું જ–કુદરતનું ચિત્ર. સાંજ ઢળી ગઈ છે. પ્રકાશ જતા જતા ધરતીને અંધારું ઓઢાડી રહ્યો છે. એક તરફનું આકાશ કેસરી પ્રકાશે રંગાયું છે. મારી આગળ જ એક નાનકડી નદી ધીમા પ્રવાહે વહી રહી છે અને સામે ટેકરીઓની ટોચ પર હજુ થોડો પ્રકાશ છે. શિયાળાની શરૂઆતનો સમય છે એટલે વાતાવરણમાં ખુશનુમા ઠંડક છે. પંખીઓ ઘરે ફર્યા બાદ કલબલાટ કરી રહ્યા છે ને પાછળ ઝાડીઓમાંથી તમરાઓનો ગણગણાટ સંભળાય છે. ત્યાં દૂર ટેકરીની તળેટીમાં કોઈ નાનકડા ઘરમાં ફાનસનો પ્રકાશ દેખાય છે અને બહાર એક તાપણું બળે છે; ના, કદાચ એ ચૂલો છે. મારી સામે કદાચ ઉગમણી દિશા છે ને ત્યાં બે ટેકરીઓ વચ્ચેથી ચંદ્ર આકાશે ચડ્યો છે. આજે પૂનમ તો નથી પણ ચંદ્ર તો પૂનમ જેવો જ ખીલ્યો છે. આકાશમાં ક્યાંક ક્યાંક તારલા પણ ફૂટી નીકળ્યા છે. આ નજરાને હું જોઈ જ રહ્યો છું. હું આંખો બંધ કરી લઉં છું. નદીનું નૃત્ય મને સંભળાઈ રહ્યું છે. પંખીઓનું સંગીત મને સંભળાઈ રહ્યું છે. બંધ આંખે પણ હું એ ચંદ્રમાને અનુભવી રહ્યો છું. આ ગુલાબી ઠંડીમાં પેલું તાપણું મને હૂંફાળું કરી

સવાર

ઉઠી ગયો છું. હમણાં એક્ઝામ્સ ચાલે છે એટલે જરા વહેલો ઉઠી જાઉં છું. શિયાળો શરૂ થઈ ગયો છે. આમ તો હું રાત્રે રૂમની બારીઓ ખુલ્લી રાખીને જ સુઈ જાઉં પણ રાત્રે દાદા કે બા આવીને બંધ કરી જાય; ચિંતા હોય ને પૌત્ર ની. બારીમાંથી ભળભાંખળું થયું છે એનો ખ્યાલ આપતો પ્રકાશ આવી રહ્યો છે. વહેલા ઉઠવાથી આમ શરીર તાજગીવાળું હોય છે. બાલ્કનીનો દરવાજો ખોલતાં જ સવારની ઠંડીને લઈને પવન મારા સોંસરવો નીકળી ગયો. કઠેડો પણ એકદમ ઠંડો થઈ ગયો છે જાણે ચંદ્રએ બધી શીતળતા અહિયાં જ ઠાલવી દીધી. અમારું ઘર મુખ્ય શહેરથી ચાર-પાંચ કિલોમીટર દૂર છે અને કદાચ એટલે જ અહીંયા આ સવારની શાંતિ માણી શકાય એવી છે. લગભગ પોણો કિલોમીટર દૂર હાઇવે પર પસાર થઈ રહેલા વાહનોનો પણ અવાજ હું સાંભળી શકું છું. પક્ષીઓ તો બધા ઉથી ગયા છે. બગીચામાં ચકલી, ના ચકલીઓ, ચારથી પાંચ પ્રકારની ભેગી થઈ છે. આજે તો પોપટ પણ આવ્યા છે. વાતાવરણમાં થોડું ધુમ્મસ છે. કારના કાચ પર ઝાકળ જામી ગયેલું હું જોઈ શકું છું. કેસરી આકાશમાં પંખીડા પોતાનું ચણ શોધવા નીકળી પડ્યા છે. કેવી મજા આવતી હશે નઈ. હું એમને અહીંયાંથી જોઈને હરખાઉં છું ને એતો આખી દુનિયા જોઈ શકે છે. દૂર પેલા ફ્લેટ પાછળ કદાચ સૂર્ય ઉ

પ્રતિબિંબ

ગીચ જંગલમાં ના મળ્યો મને છાંયો, ને તપતા એ રણમાં પડછાયો. ચંદ્ર તો સમજ્યા કે અમાસ હતી આજે, એક તારો મને ના દેખાયો. વાદળ તો આવીને ચાલ્યા ગયા, પણ સૂરજ તું ક્યાં છે સંતાયો. પ્રતિબિંબ શોધવા ફરી રહ્યો છું હું, કોઈ અરીસો ના મારી સામે આવ્યો.

इश्क़ का आशियाना

ईश्क़ का आशियाना, है कि नहीं मैं ये नहीं जानता। अक्स पाने को क्यों ज़ुमते है सभी मैं ये नहीं जानता। ईश्क़ है पेड़ या है ये पतझड़ चाँद है पूरा या फिर अमावस वक्त की तरह ये क्यों ठहरता नहीं मैं ये नहीं जानता। दिल तो मदहोश है उसके जज़्बातों में दिन को हँसता है रोता घनी रातों में है दिलों का उदासी से रिश्ता कोई मैं ये नहीं जानता।

સ્થિતિ

ક્યારેક સ્થિતિને સમસ્યા ગણી લઈએ તો ઘણું બધું બદલાઈ જાય. સ્થિતિ એ કદાચ સ્થિર કે સ્થાયી હોય પણ જો એને સમસ્યા ગણો તો માનવ મગજ એનો ઉકેલ શોધવામાં લાગી જાય. ઉકેલ શોધતા કદાચ ઉકેલ ના મળે પણ તમે એક પગલું આગળ વધી ગયા. અને કદાચ એ ઉપર ચઢવાનો એક રસ્તો પણ ગણી શકાય કારણ કે જો બદલાતા ના રહ્યા તો આ દુનિયા તમને ત્યાં જ મૂકીને ભાગી જશે. ઇતિહાસ તો એવું જ કે છે કે મોટાભાગની આગળ વધવાની પ્રક્રિયા કોઈ સમસ્યાના ઉકેલ શોધતા જ મળી છે. એના માટે માત્ર વિચારના સિક્કાને બીજી બાજુ ફેરવી નાખીએ તો...

કાંઈ બોલો તો સારું

તમે કાંઈ બોલો તો સારું પણ હું કેમનો અવસારું મારી પાસે બધું જ છે મારું પણ આ મન તો તમારું તમારા વિશે કાંઈ પણ વિચારું મનમાં તમારી છબી નિખારું કૈંક તો છે તમારામાં ન્યારું જગ આખું મને લાગે પ્યારું સાચું છે , હું તો સ્વીકારું નજીકમાં કાંઈ થાશે , ધારું બંદામાં કાંઈ લાગ્યું ખારું? હવે તમે કાંઈ બોલો તો સારું

વરસાદ

નભમાં મૃગશીર્ષનો વર્તારો થાય છે ને હવે ધૂળની ડમરી પણ શરમાય છે. દરિયેથી ઠંડા પવનો ફૂંકાય છે ને આકાશે કાળી વાદળી દેખાય છે. કળા કરીને ઓલ્યો મોર મલકાય છે ને વરસથી તરસ્યું ચાતક હરખાય છે. પેલા ખેડૂતની નજરો ઉપર મંડરાય છે , અરે આ તો વરસાદના ભણકારા થાય છે.

એક વિચાર

આજે આ જગત એક ચાદર ઓઢીને બેઠું છે–આડંબરની ચાદર. આ પૃથ્વી પર જાણે ફરી હિમયુગ આવી ગયો છે. બહારથી જોતા એક અનંત સફેદ ચાદર છે પણ એની નીચે એક સુંદર જીવસૃષ્ટિ ધરબાયેલી પડી છે. એ સફેદ સ્વરૂપે ફૂલોની ખુશી , ઝરણાની મસ્તી , નદીઓની નિખાલસતા , પર્વતોના સ્વાભિમાન અને સમુદ્રના સત્યને દફનાવી દીધું છે. દરેકને જાણ છે કે શું થઈ રહ્યું છે. જે કરે છે એ પણ જાણે છે અને જેની સામે કરાઈ રહ્યું છે એ પણ જાણે છે કે આ માત્ર એક ઢોંગ છે. કદાચ એનું કંઈ ફળ નઈ મળે. પણ આધુનિક માણસની જાણે આ એક ટેવ બની ગઈ છે , કુટેવ. માણસમાં આ લખનાર અને વાંચનાર બંનેનો પણ સમાવેશ કરી જ લો. આ સૃષ્ટિને ફરી ખીલવું છે , રમવું છે , દોડવું છે અને પડવું છે પણ આ ચાદરે સૂર્યપ્રકાશ રોકી રાખ્યો છે. જીવનના દરેક પાસાને એણે ઢાંકી દીધા છે. હવે જરૂર છે તો માત્ર એક બાકોરાની.

Song extension : आपकी नज़रों ने समज़ा , प्यार के काबिल मुझे...

नजरों से में क्या सुनू , मौन आंखे आपकी कुुुछ ईशारा दीजिए , नम है मेरी ज़िंदगी आपका जो साथ है , क्या यही वो प्यार है दिल की धड़कन तू ठहरजा , प्यार के एहसास में प्यार की इस राह में , एक नए अंदाज में

Mother's day

સો સૂર્યનું તેજ છે એમાં , છતાંય ચહેરા પર ચંદ્રની શીતળતા. ઝરણું નહીં , નદી નહીં પણ સ્નેહનો ઘૂઘવતો દરિયો જેના હ્યદયમાં , છતાંય લગીરે ખારાશ નહીં. ક્યારેક જીવન તોફાને ચઢે કે વાવાઝોડું પણ વાય , પવન પણ શાંત થઈ જાય જ્યારે માથે "માં"નો સ્પર્શ થાય.

મનની વાત

ના કોઈ દુઃખ ના સુખનો સાથ કહેવી મારે મનની વાત ખુશીઓ છે પણ કારણ ક્યાં સિંહનું આજે મારણ ક્યાં ક્યાંથી ચિતરાઈ આ ભાત કહેવી મારે મનની વાત નથી જીવનમાં કંઈ પણ ખાસ તો ખબર નહિ શેનો છે ત્રાસ બુદ્ધિ જ દઈ ગઈ મનને માત કહેવી મારે મનની વાત રસ્તો તો વરસાદે ન્હાય મંઝિલ કેમેય ના દેખાય ચંદ્ર વિનાની સુની રાત કહેવી મારે મનની વાત કંઈ છે જે મન પર હાવી થાય આ દુનિયા સીધી ના સમજાય રહ્યો તો હું પણ માણસ જાત બસ આ જ હતી એ મનની વાત

खुद को देखा नही

दूर खड़ी उस मंज़िल तक तारों से ले के कंदील तक मैंने खुद को देखा है कहाँ। दर्द के दर पर दस्तक से खुशियों की उस खोली तक मैंने खुद को देखा है कहाँ। मैंने खुद से खुद को छुपाया मैंने खुद से खुद को चुराया मैंने खुद को अपना बनाया (2) पाताल से ले के अंबर तक मैंने खुद को देखा है कहाँ। मैं कौन हूं क्या हूं क्यों हूं मैं क्यों इतना पागल हूं (2) मेरी धड़कन से जज़्बातों तक मैंने खुद को पूछा है कहाँ। मैं खुद पे हूं क्यों मरता क्यों आवारा हूं फिरता (2) मन की गलियों के मंज़र तक मैंने खुद को सोचा है कहाँ।

कुछ था

दिलने अपनी धड़कन खोई , नम आंखे जब यूँ ही रोई। चार दीवारों के भीतर ही , जब ये सांसे थम कर सोई। शायद वो हकीकत थी , या फिर वो जज़्बात थे कोई। मेघधनुष जैसे जीवन से , सारी खुशियां उसने धोई।

કેમ છો

દરવાજે થઇ દસ્તક , ને મેં દરવાજો ખોલ્યો ; કાલે હતો જે સાથી મારો , કેમ છો આજે બોલ્યો.

ન સમજ્યો

મનના મંદિરમાં ઘંટારવ થયો ને દિલનો દરિયો તોફાને ચડ્યો વિચાર સાથે એક યાદ લઈને આવ્યો ને ચહેરા પર ખુશીનો દુકાળ છવાયો આંખોની અષાઢી વાદળી ગઈ વરસી છતાંય ભાવનાઓ રહી ગઈ તરસી એ વાત મારી આંખોથી અંતરમાં ચડી સવાર થયા પહેલા આજે સાંજ ઢળી એ ઝરણું પણ ગરજયું દરિયાની જેમ જે ભટકતુ'તું માર્ગમાં આમ થી તેમ એ હું સમજ્યો નહીં કોઈ પાગલની જેમ હું વહી ગયો જાણે નદી પરથી 'પવન' વહે એમ
કોલેજ–પ્રથમ વર્ષ           હમણાં મારા કોલેજમાં દોઢ વર્ષ પત્યા એટલે ઈચ્છા થઈ કે મારા પહેલા વર્ષ વિષે લખું. મેં જે સાંભળ્યું હતું એના કરતા ઘણો અલગ અનુભવ મળ્યો છે. સોશિયલ મીડિયા એ કોલેજ લાઈફ વિષે ઘણું કહ્યું પણ મને એમાંની ઘણી ખરી વસ્તુઓ જોવા ના મળી અને બીજું ઘણું જોવા મળ્યું. મારા કેટલાક અનુભવો અહીંયા વર્ણવું છું.           ભણવામાં હું થોડો હોશિયાર હતો. સ્કૂલમાં રિસલ્ટ લગભગ કન્સિસ્ટન્ટ આવતું. દસમા ધોરણમાં હતો એટલે જીવનનો કઈ એવો ખાસ ગોલ હતો નઈ પણ અગિયારમા ધોરણમાં એન્જીનીયરીંગ કરી લઈશું એવું વિચારીને મેથ્સ રાખ્યું. પછી તો ભણવામાં બારમા ધોરણનું જીવનનું સૌથી મોટું વેકેશન પણ જતું રહ્યું( jee-advanced તરીકે જાણીતી સૌથી ભારે પરિક્ષાઓમાંની એક વેકેશનના અંતમાં આવતી હતી). એટલે પછી વિચારેલું કે કોલેજમાં જઈને બધું વસૂલ કરી દઈશું. અને બીજા બે મહિના પછી હું કોલેજમાં હતો.           કોલેજના પહેલા વર્ષમાં જયારે વિદ્યાર્થીઓ(સાચે જ) પ્રવેશે એટલે એમના મનમાં એક સહજ વિચાર ચાલતો જ હોય કે હવે તો કોલેજમાં આવી ગયા. હવે કોઈ જ જાતનું બંધન નઈ ; જલસા જ કરવાના. જયારે જઉં હોય ત્યારે જવાનું ને મેઈન તો સ્કૂલડ્રેસ

જીવન-વિજ્ઞાન

વિજ્ઞાનને જીવન સાથે જોડવાનો એક પ્રયત્ન :                             સાયન્સ સ્ટુડન્ટ હશે એ કદાચ જાણતા હશે કે ભૌતિશાસત્ર એટલે કે ફિઝિક્સમાં ભણાવવામાં આવતું કે જયારે કોઈ પદાર્થ કે સિસ્ટમ એનર્જી એબ્સોર્બ કરે એટલે કે સ્વીકારે એટલે એ અનસ્ટેબલ થઇ જાય અથવા કહીએ કે ઉત્તેજિત અવસ્થામાં આવી જાય અને એનર્જી ગુમાવે એટલે એ ધીમે ધીમે સ્થિરતા તરફ જાય. અને બધી એનર્જી ગુમાવી દેતા એકદમ સ્થિર થઇ જાય. તમારે એ પદાર્થ કે સિસ્ટમ સાથે કામ લેવું હોય તો એને અનસ્ટેબલ કરવો પડે તો જ એ સ્થિર થવાના રસ્તે તમને કામ આપતો જાય.                હવે જીવનમાં જોઈએ તો કૈંક એવું જ જોવા મળે છે. વ્યક્તિ અનસ્ટેબલ હશે તો એને આગળ જવાની ધગશ હશે , કૈંક કરવાનો જુસ્સો હશે અને કૈંક કામ પણ કરી શકશે. જેમ જેમ એ સ્ટેબિલિટી તરફ જશે એમ એના કામ કરવાનો કે આગળ વધવાનો દર ઘટતો જશે. અને જયારે એ સ્ટેબલ થઇ જશે એટલે એ આગળ વધતો રોકાઈ જશે. જે વ્યક્તિને કોઈ મોહ નથી એટલે કે એ જીવનના સ્ટેબલ સ્તર પર આવી ગયેલ છે અથવા જીવનને એ સ્તરે લાવી દીધેલ છે એને સાધુ કહી શકાય. પણ જો વ્યક્તિ સંસારમાં રહીને એમ માનવા લાગે કે જે છે એ બઉ છે ત્યારે એનો વિકાસ અટકી જાય છે. સ્

આવું પણ હોય છે

નદીઓ સુકાયેલી પણ હોય છે અને રણમાં પાણી પણ હોય છે, પર્વતો રેતીના અને ટેકરીઓ પથ્થરની પણ હોય છે, વસંત મુરઝાયેલી અને પાનખર ખીલેલી પણ હોય છે, ક્યારેક ચોમાસું કોરું અને ઉનાળામાં વરસાદ પણ હોય છે, નફરતમાં ગુસ્સો અને ગુસ્સામાં પ્રેમ પણ હોય છે, સૂર આલાપના પણ હોય છે સૂર વિલાપના પણ હોય છે, ચહેરો જોઈને તમે કોઈના મનને ના સમજી શકો સાહેબ, કેમ કે , હાસ્ય દુઃખનું પણ હોય છે અને આંસુ ખુશીના પણ હોય છે.

સવાલ ( gujarati literature )

કંઈક સવાલ છે મનમાં, ઘેટાં પાછળ તો ઘેટું જાય, તો તમને માણસ બનાવ્યા કેમ? મહેનત કરવી આપણા હાથમાં, તો હસ્તરેખા જોવી કેમ? નદીઓ જાય દરિયાને મળવા, તો તળાવ બંધાયેલા કેમ? ચોખ્ખી હવા તો સૌને વહાલી, છતાંય મનનાં પ્રદુષણ કેમ? ઈશ્વરે માણસને બનાવ્યાં, તો માણસે તેમને બનાવવા કેમ? પ્રેમ કરવા છે હ્યદયનો બગીચો, તેમાં બાવળ વાવ વા કેમ? સ્નેહ તો જાણે અફાટ સમુદ્ર, તો સંબંધો પરપોટા કેમ? એક વાત હું વિચારું છું "પવન", લહેરાતા ના જીવવું કેમ?

Manali ( A travel diary )

Image
Manali – A travel diary           A place , where you feel like you are in the lap of nature , well maintained woods , Himalayan mountains , which want to touch sky and heavenly peace , that is Kullu-Manali.            I have gone there for treking tour. Started my final journey to Manali from Pathankot in a Vinger. It was night. A van was moving smoothly and then I slept. The next morning , I wakeup in the lap of high mountains of Himalayas. What a scene that was. Our van was going along with the river Beas , one of the five rivers which makes Punjab. The whole road was along the Beas river upto Manali. We passed through some tunnels and bridges also. As we were going nearer the beauty of scenes was increasing. After sometime I was at about 1250m from the sea level in Kullu.           Our van stopped at village Ghoddaud in Kullu district. There was a Ganesh temple , beautiful and wooden crafted. There was apple garden beside the temple. Snowy mountains had seen from ther

ટ્રાફિક ( મારો અનુભવ )

ટ્રાફિક      ટ્રાફિકનો ખરો અર્થ તો થાય વાહનોની અવરજવર , પણ આપણા અર્થમાં ટ્રાફિક એટલે વાહનોની ભીડ. ટ્રાફિકજામનો જામ તો આપણે ખરા અર્થમાં ખાઈ જઈએ છીએ. હું અમદાવાદી છું અને બીજા સિટીને કઈ ખાસ સમજ્યા નથી એટલે અમદાવાદના ટ્રાફિકની વાત કરું.      અમદાવાદી માણસ એટલે 'ફાફડા જલેબી ખાવાના અને જલસા કરવાના' એવા ધ્યેય સાથે જીવન જીવનાર , પણ ખબર નઇ કેમ એ જયારે કોઈ વાહન પર સવાર થાય એટલે એકદમ ઈમરજન્સી અવસ્થામાં આવી જાય જાણે કે કિમ જોન્ગ ઉન સાહેબને અમેરિકા પર એટમ બૉમ્બ ફોડવો કે નઇ એના સલાહ-સુચન આમણે આપવાના હોય. વાહન પર સવાર થયા પછી એમનું એક જ ધ્યેય હોય છે કે ગમે એટલી અડચણો આવે , એમને ઓળંગીને મંઝિલ સુધી પહોંચવું. પછી વચ્ચે આવનાર ભલેને ગમે એ હોય અને ગમે તે હોય , એને હડસેલો મારીને કે ફોસલાવીને કે છેવટે બીક બતાડીને પણ એની અડચણ દૂર કરી દે.      જેમ દેશના આર્થિક વિકાસ સાથે સામાજિક વિકાસ મહત્વનો છે એમ જ ટ્રાફિક જેટલું જ મહત્વ ટ્રાફિકજામ અને એનું સર્જન કરનાર કારણો ( તમારું અને મારું ) છે. ટ્રાફિકજામ સર્જનારા કારણો વિવિધ અને વિચિત્ર પ્રકારના હોય છે.      અમદાવાદી રિકક્ષાવાળો : દરરોજ નાના નાના અને ક્