કોલેજ–પ્રથમ વર્ષ

          હમણાં મારા કોલેજમાં દોઢ વર્ષ પત્યા એટલે ઈચ્છા થઈ કે મારા પહેલા વર્ષ વિષે લખું. મેં જે સાંભળ્યું હતું એના કરતા ઘણો અલગ અનુભવ મળ્યો છે. સોશિયલ મીડિયા એ કોલેજ લાઈફ વિષે ઘણું કહ્યું પણ મને એમાંની ઘણી ખરી વસ્તુઓ જોવા ના મળી અને બીજું ઘણું જોવા મળ્યું. મારા કેટલાક અનુભવો અહીંયા વર્ણવું છું.
          ભણવામાં હું થોડો હોશિયાર હતો. સ્કૂલમાં રિસલ્ટ લગભગ કન્સિસ્ટન્ટ આવતું. દસમા ધોરણમાં હતો એટલે જીવનનો કઈ એવો ખાસ ગોલ હતો નઈ પણ અગિયારમા ધોરણમાં એન્જીનીયરીંગ કરી લઈશું એવું વિચારીને મેથ્સ રાખ્યું. પછી તો ભણવામાં બારમા ધોરણનું જીવનનું સૌથી મોટું વેકેશન પણ જતું રહ્યું( jee-advanced તરીકે જાણીતી સૌથી ભારે પરિક્ષાઓમાંની એક વેકેશનના અંતમાં આવતી હતી). એટલે પછી વિચારેલું કે કોલેજમાં જઈને બધું વસૂલ કરી દઈશું. અને બીજા બે મહિના પછી હું કોલેજમાં હતો.
          કોલેજના પહેલા વર્ષમાં જયારે વિદ્યાર્થીઓ(સાચે જ) પ્રવેશે એટલે એમના મનમાં એક સહજ વિચાર ચાલતો જ હોય કે હવે તો કોલેજમાં આવી ગયા. હવે કોઈ જ જાતનું બંધન નઈ ; જલસા જ કરવાના. જયારે જઉં હોય ત્યારે જવાનું ને મેઈન તો સ્કૂલડ્રેસ નઈ પહેરવાનો. હોય છે જલસા ના નઈ પણ તમે ધારો એટલા નઈ. હું ગવર્મેન્ટ કોલેજમાં એટલે કદાચ એનું કલ્ચર પ્રાઇવેટ કરતા જુદું પડી શકે. મારી કોલેજ એ ગુજરાતની સૌથી જાણીતી ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ. એટલે સામાન્ય કોલેજ કરતા ઘણા અલગ અનુભવ થાય. પહેલા વર્ષમાં ગયા એટલે જલસા કરવાની સાથે એક આદત રહેલી , HSCમાં ભણેલા એ રીતે ભણવાની. પહેલું સેમેસ્ટર ચાલુ થયું એટલે લગભગ બધા લેક્ચર ભરતા. પહેલા સેમમાં આવેલા સ્ટુડન્ટસ ને પાછા ફેકલ્ટીસ ધમકીઓ પણ આપે. પાછું gtuની 100 પોઇન્ટ ઓફ એક્ટિવિટીની સિસ્ટમ પણ ખરી. એટલે લોકો પોઇન્ટસ મેળવવા દોડાદોડ કરે. જોકે 1st સેમ દરમિયાન કોઈ ફેસ્ટ ના આવે એટલે એનું જોર થોડું ઓછું. સામાન્ય વિષયોના ફેકલ્ટીસ આમ સ્કૂલ ટીચર જેવા જ હોય. એમને એવું બધું હોય કે છોકરાઓ રોજ આવે , સવાલોના જવાબ આપે , સવાલો પૂછે–પણ હું મિકેનિકલમાં હતો;) એમાં હોય એવું કે મિકેનિકલ સિવાય બધા ક્લાસમાં છોકરીઓ હોય એટલે એ ક્લાસના છોકરાઓ લગભગ રોજ કોલેજ આવે , થોડા માર્કેટમાં આવવા એટલે ક્લાસમાં શાણા પણ બનવું પડે , ટીપટોપ રહેવું પડે પણ મિકેનિકલમાં બધા વૈરાગી હોય , જેમ કે કોઈ સાધુ હમેશા પોતાના ધ્યાનમાં મગ્ન હોય અને સંસારમાં શું ચાલે એની કોઈ પરવાહ ના હોય. પણ પછી 2nd સેમ આવે , ફેસ્ટીવલ્સ અને ઇવેંટ્સની સીઝન. આવા સમયે "કેટલાક" વૈરાગી હિમાલયમાંથી
  

Comments

Popular posts from this blog

પ્રતિબિંબ

ટ્રાફિક ( મારો અનુભવ )

Manali ( A travel diary )