જીવન-વિજ્ઞાન
વિજ્ઞાનને જીવન સાથે જોડવાનો એક પ્રયત્ન :
સાયન્સ સ્ટુડન્ટ હશે એ કદાચ જાણતા હશે કે ભૌતિશાસત્ર એટલે કે ફિઝિક્સમાં ભણાવવામાં આવતું કે જયારે કોઈ પદાર્થ કે સિસ્ટમ એનર્જી એબ્સોર્બ કરે એટલે કે સ્વીકારે એટલે એ અનસ્ટેબલ થઇ જાય અથવા કહીએ કે ઉત્તેજિત અવસ્થામાં આવી જાય અને એનર્જી ગુમાવે એટલે એ ધીમે ધીમે સ્થિરતા તરફ જાય. અને બધી એનર્જી ગુમાવી દેતા એકદમ સ્થિર થઇ જાય. તમારે એ પદાર્થ કે સિસ્ટમ સાથે કામ લેવું હોય તો એને અનસ્ટેબલ કરવો પડે તો જ એ સ્થિર થવાના રસ્તે તમને કામ આપતો જાય.
હવે જીવનમાં જોઈએ તો કૈંક એવું જ જોવા મળે છે. વ્યક્તિ અનસ્ટેબલ હશે તો એને આગળ જવાની ધગશ હશે , કૈંક કરવાનો જુસ્સો હશે અને કૈંક કામ પણ કરી શકશે. જેમ જેમ એ સ્ટેબિલિટી તરફ જશે એમ એના કામ કરવાનો કે આગળ વધવાનો દર ઘટતો જશે. અને જયારે એ સ્ટેબલ થઇ જશે એટલે એ આગળ વધતો રોકાઈ જશે. જે વ્યક્તિને કોઈ મોહ નથી એટલે કે એ જીવનના સ્ટેબલ સ્તર પર આવી ગયેલ છે અથવા જીવનને એ સ્તરે લાવી દીધેલ છે એને સાધુ કહી શકાય. પણ જો વ્યક્તિ સંસારમાં રહીને એમ માનવા લાગે કે જે છે એ બઉ છે ત્યારે એનો વિકાસ અટકી જાય છે. સ્ટેબલ થયા નથી કે તમારો ગ્રોથ અટક્યો નથી! જેમ ઈચ્છા શોધની જનેતા છે તેમ આગળ વધવાનો સહારો પણ છે. એટલે જો આગળ વધવા માંગો છો તો તમારી ઇચ્છાશક્તિ પ્રબળ બનાવો એનાથી તમે થોડા અનસ્ટેબલ થશો પણ એ કદાચ તમને સક્સેસ તરફ લઇ જાય.

આ તો માત્ર એક વિચાર છે. તમારા અભિપ્રાય જણાવો કૉમેન્ટમાં. અને આ વિચારમાં કૈંક સુધારો હોય તો એ પણ જણાવો:)
Inspired by Pappa.
સાચી વાત છે પવન !
ReplyDeleteકદાચ...
Delete