આવું પણ હોય છે

નદીઓ સુકાયેલી પણ હોય છે અને રણમાં પાણી પણ હોય છે,
પર્વતો રેતીના અને ટેકરીઓ પથ્થરની પણ હોય છે,
વસંત મુરઝાયેલી અને પાનખર ખીલેલી પણ હોય છે,
ક્યારેક ચોમાસું કોરું અને ઉનાળામાં વરસાદ પણ હોય છે,
નફરતમાં ગુસ્સો અને ગુસ્સામાં પ્રેમ પણ હોય છે,
સૂર આલાપના પણ હોય છે સૂર વિલાપના પણ હોય છે,
ચહેરો જોઈને તમે કોઈના મનને ના સમજી શકો સાહેબ,
કેમ કે , હાસ્ય દુઃખનું પણ હોય છે અને આંસુ ખુશીના પણ હોય છે.

Comments

  1. વાહ ગાલિબ પવન વાહ !!!!

    ReplyDelete
    Replies
    1. ધન્યવાદ સ્ટેજ-માસ્ટર !!!

      Delete

Post a Comment

Popular posts from this blog

AMTS ( મારો અનુભવ – પ્રથમ પ્રયત્ન )

વરસાદ

મનની વાત