ન સમજ્યો

મનના મંદિરમાં ઘંટારવ થયો
ને દિલનો દરિયો તોફાને ચડ્યો
વિચાર સાથે એક યાદ લઈને આવ્યો
ને ચહેરા પર ખુશીનો દુકાળ છવાયો
આંખોની અષાઢી વાદળી ગઈ વરસી
છતાંય ભાવનાઓ રહી ગઈ તરસી
એ વાત મારી આંખોથી અંતરમાં ચડી
સવાર થયા પહેલા આજે સાંજ ઢળી
એ ઝરણું પણ ગરજયું દરિયાની જેમ
જે ભટકતુ'તું માર્ગમાં આમ થી તેમ
એ હું સમજ્યો નહીં કોઈ પાગલની જેમ
હું વહી ગયો જાણે નદી પરથી 'પવન' વહે એમ

Comments

Popular posts from this blog

AMTS ( મારો અનુભવ – પ્રથમ પ્રયત્ન )

વરસાદ

મનની વાત