કાલના કિનારે
હું કાલના કિનારે ઉભો છું. સામે છે ભવિષ્યનો ઘૂઘવતો દરિયો અને પાછળ વીતી ગયેલો સમય. દરિયાની સપાટી જ હું જોઈ શકું છું. એના ગર્ભમાં કોઈ મોતી છે કે કોઈ ખજાનો છે કે પછી કોઈ ભયાનક જીવ મારી રાહ જોઇને બેઠો છે, એ મને નથી ખબર. એની ભરતી મને ડૂબકી લાગવા આતુર કરી રહી છે અને ઓટ કહે છે કે હજુ તું માણી લે આ સમયને. પણ ક્યારેક તો મારે આગળ વધવાનું છે. પાછળ રહેલી દુનિયા જોઈને કંઈક શીખ્યો તો જરૂર હોઈશ. ત્યાં પર્વત હતા ને ખીણ હતી, કાંટા હતા ને ફૂલ પણ હતા; લાગણીઓ ખુલ્લા વગડામાં રખડતી, ભટકતી હતી. પણ ભવિષ્ય વિશે કંઈ ખબર નથી. વિચલિત બની કાલના કિનારે ઉભો છું. કદાચ રાહ જોઈ રહ્યો છું કે કોઈ મોજું આવે અને મને એની સાથે ખેંચી જાય.
Comments
Post a Comment