મનની વાત
ના કોઈ દુઃખ ના સુખનો સાથ કહેવી મારે મનની વાત ખુશીઓ છે પણ કારણ ક્યાં સિંહનું આજે મારણ ક્યાં ક્યાંથી ચિતરાઈ આ ભાત કહેવી મારે મનની વાત નથી જીવનમાં કંઈ પણ ખાસ તો ખબર નહિ શેનો છે ત્રાસ બુદ્ધિ જ દઈ ગઈ મનને માત કહેવી મારે મનની વાત રસ્તો તો વરસાદે ન્હાય મંઝિલ કેમેય ના દેખાય ચંદ્ર વિનાની સુની રાત કહેવી મારે મનની વાત કંઈ છે જે મન પર હાવી થાય આ દુનિયા સીધી ના સમજાય રહ્યો તો હું પણ માણસ જાત બસ આ જ હતી એ મનની વાત