સાંજ વીતી ગઈ
આંખના પલકારમાં એ સાંજ વીતી ગઈ
મારા મનમાં ઘર કરેલી યાદ વીતી ગઈ
દિવસમાં જે જોયા'તા શમણાં
આજે હવે તે લાગે છે નમણાં
એ જ પળમાં એ સમયની વાત વીતી ગઈ
આંખના પલકારમાં એ સાંજ વીતી ગઈ
વાદળોમાં એને હું જોતો
એ સાંજે એની રાહ જોતો
ત્યાં એક પળમાં વાદળોની ભાત વીતી ગઈ
આંખના પલકારમાં એ સાંજ વીતી ગઈ
સાથમાં હું રાહ ભટક્યો
ચાલી ચાલી વગડે અટક્યો
ઇશ્કની એ આંધીઓમાં જાત વીતી ગઈ
આંખના પલકારમાં એ સાંજ વીતી ગઈ
વાહ પવન !
ReplyDeleteધાર્મિક ધન્યવાદ
Delete