Posts

કુદરતનું ચિત્ર

આખો દિવસ ચાલી ચાલીને થાક્યા બાદ હમણાં હું અહીંયા પહોંચ્યો છું. મારી સામે છે એક સુંદર કુદરતી દ્રશ્ય; ચિત્રમાં દોરીએ ને, બિલકુલ એવું જ–કુદરતનું ચિત્ર. સાંજ ઢળી ગઈ છે. પ્રકાશ જતા જતા ધરતીને અંધારું ઓઢાડી રહ્યો છે. એક તરફનું આકાશ કેસરી પ્રકાશે રંગાયું છે. મારી આગળ જ એક નાનકડી નદી ધીમા પ્રવાહે વહી રહી છે અને સામે ટેકરીઓની ટોચ પર હજુ થોડો પ્રકાશ છે. શિયાળાની શરૂઆતનો સમય છે એટલે વાતાવરણમાં ખુશનુમા ઠંડક છે. પંખીઓ ઘરે ફર્યા બાદ કલબલાટ કરી રહ્યા છે ને પાછળ ઝાડીઓમાંથી તમરાઓનો ગણગણાટ સંભળાય છે. ત્યાં દૂર ટેકરીની તળેટીમાં કોઈ નાનકડા ઘરમાં ફાનસનો પ્રકાશ દેખાય છે અને બહાર એક તાપણું બળે છે; ના, કદાચ એ ચૂલો છે. મારી સામે કદાચ ઉગમણી દિશા છે ને ત્યાં બે ટેકરીઓ વચ્ચેથી ચંદ્ર આકાશે ચડ્યો છે. આજે પૂનમ તો નથી પણ ચંદ્ર તો પૂનમ જેવો જ ખીલ્યો છે. આકાશમાં ક્યાંક ક્યાંક તારલા પણ ફૂટી નીકળ્યા છે. આ નજરાને હું જોઈ જ રહ્યો છું. હું આંખો બંધ કરી લઉં છું. નદીનું નૃત્ય મને સંભળાઈ રહ્યું છે. પંખીઓનું સંગીત મને સંભળાઈ રહ્યું છે. બંધ આંખે પણ હું એ ચંદ્રમાને અનુભવી રહ્યો છું. આ ગુલાબી ઠંડીમાં પેલું તાપણું મને હૂંફાળું કરી...

સવાર

ઉઠી ગયો છું. હમણાં એક્ઝામ્સ ચાલે છે એટલે જરા વહેલો ઉઠી જાઉં છું. શિયાળો શરૂ થઈ ગયો છે. આમ તો હું રાત્રે રૂમની બારીઓ ખુલ્લી રાખીને જ સુઈ જાઉં પણ રાત્રે દાદા કે બા આવીને બંધ કરી જાય; ચિંતા હોય ને પૌત્ર ની. બારીમાંથી ભળભાંખળું થયું છે એનો ખ્યાલ આપતો પ્રકાશ આવી રહ્યો છે. વહેલા ઉઠવાથી આમ શરીર તાજગીવાળું હોય છે. બાલ્કનીનો દરવાજો ખોલતાં જ સવારની ઠંડીને લઈને પવન મારા સોંસરવો નીકળી ગયો. કઠેડો પણ એકદમ ઠંડો થઈ ગયો છે જાણે ચંદ્રએ બધી શીતળતા અહિયાં જ ઠાલવી દીધી. અમારું ઘર મુખ્ય શહેરથી ચાર-પાંચ કિલોમીટર દૂર છે અને કદાચ એટલે જ અહીંયા આ સવારની શાંતિ માણી શકાય એવી છે. લગભગ પોણો કિલોમીટર દૂર હાઇવે પર પસાર થઈ રહેલા વાહનોનો પણ અવાજ હું સાંભળી શકું છું. પક્ષીઓ તો બધા ઉથી ગયા છે. બગીચામાં ચકલી, ના ચકલીઓ, ચારથી પાંચ પ્રકારની ભેગી થઈ છે. આજે તો પોપટ પણ આવ્યા છે. વાતાવરણમાં થોડું ધુમ્મસ છે. કારના કાચ પર ઝાકળ જામી ગયેલું હું જોઈ શકું છું. કેસરી આકાશમાં પંખીડા પોતાનું ચણ શોધવા નીકળી પડ્યા છે. કેવી મજા આવતી હશે નઈ. હું એમને અહીંયાંથી જોઈને હરખાઉં છું ને એતો આખી દુનિયા જોઈ શકે છે. દૂર પેલા ફ્લેટ પાછળ કદાચ સૂર્ય ઉ...

પ્રતિબિંબ

ગીચ જંગલમાં ના મળ્યો મને છાંયો, ને તપતા એ રણમાં પડછાયો. ચંદ્ર તો સમજ્યા કે અમાસ હતી આજે, એક તારો મને ના દેખાયો. વાદળ તો આવીને ચાલ્યા ગયા, પણ સૂરજ તું ક્યાં છે સંતાયો. પ્રતિબિંબ શોધવા ફરી રહ્યો છું હું, કોઈ અરીસો ના મારી સામે આવ્યો.

इश्क़ का आशियाना

ईश्क़ का आशियाना, है कि नहीं मैं ये नहीं जानता। अक्स पाने को क्यों ज़ुमते है सभी मैं ये नहीं जानता। ईश्क़ है पेड़ या है ये पतझड़ चाँद है पूरा या फिर अमावस वक्त की तरह ये क्यों ठहरता नहीं मैं ये नहीं जानता। दिल तो मदहोश है उसके जज़्बातों में दिन को हँसता है रोता घनी रातों में है दिलों का उदासी से रिश्ता कोई मैं ये नहीं जानता।

સ્થિતિ

ક્યારેક સ્થિતિને સમસ્યા ગણી લઈએ તો ઘણું બધું બદલાઈ જાય. સ્થિતિ એ કદાચ સ્થિર કે સ્થાયી હોય પણ જો એને સમસ્યા ગણો તો માનવ મગજ એનો ઉકેલ શોધવામાં લાગી જાય. ઉકેલ શોધતા કદાચ ઉકેલ ના મળે પણ તમે એક પગલું આગળ વધી ગયા. અને કદાચ એ ઉપર ચઢવાનો એક રસ્તો પણ ગણી શકાય કારણ કે જો બદલાતા ના રહ્યા તો આ દુનિયા તમને ત્યાં જ મૂકીને ભાગી જશે. ઇતિહાસ તો એવું જ કે છે કે મોટાભાગની આગળ વધવાની પ્રક્રિયા કોઈ સમસ્યાના ઉકેલ શોધતા જ મળી છે. એના માટે માત્ર વિચારના સિક્કાને બીજી બાજુ ફેરવી નાખીએ તો...

કાંઈ બોલો તો સારું

તમે કાંઈ બોલો તો સારું પણ હું કેમનો અવસારું મારી પાસે બધું જ છે મારું પણ આ મન તો તમારું તમારા વિશે કાંઈ પણ વિચારું મનમાં તમારી છબી નિખારું કૈંક તો છે તમારામાં ન્યારું જગ આખું મને લાગે પ્યારું સાચું છે , હું તો સ્વીકારું નજીકમાં કાંઈ થાશે , ધારું બંદામાં કાંઈ લાગ્યું ખારું? હવે તમે કાંઈ બોલો તો સારું

વરસાદ

નભમાં મૃગશીર્ષનો વર્તારો થાય છે ને હવે ધૂળની ડમરી પણ શરમાય છે. દરિયેથી ઠંડા પવનો ફૂંકાય છે ને આકાશે કાળી વાદળી દેખાય છે. કળા કરીને ઓલ્યો મોર મલકાય છે ને વરસથી તરસ્યું ચાતક હરખાય છે. પેલા ખેડૂતની નજરો ઉપર મંડરાય છે , અરે આ તો વરસાદના ભણકારા થાય છે.